|
શ્રી લક્ષ્મીકાન્ત ધર્મશાળા |
|
પરોપકાર વૃતિ દાન ધર્મ એ મનુષ્ય માટે સદ્ તરફ લઈ જનાર, ઉન્નતિ તરફ લઈ જનાર પગથિયા છે.
આત્માનું તો ભલુ થાય જ છે પણ સંસારીજીવોનું પણ ભલું થાય છે. દયાદાન અને યથાશકિત મદદ
કરવી એમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે.
વણિક જ્ઞાતિના શેઠ લક્ષ્મીદાસ જેઠાભાઈ એ વિધા ઉત્તેજનાર્થે મફત વાંચનાલય, સાધુ-સંત, અશકત અને નિરાધાર માટે સદાવ્રત, દરદીઓ માટે વિનામુલ્યે દવાખાનુ, જ્ઞાતિભાઈઓ માટે સેનેટેરીયમ અને મુંગા પ્રાણીઓ માટે પાણીના અવેડાની સગવડ તથા મુસાફરો માટે કુંકાવાવ ગામે ધર્મશાળા બંધાવી જે મહાપૂણ્યનું કામ કર્યું છે.
બરાબર આજથી ૯૦ વર્ષ પહેલાં આ દીર્ધદ્રષ્ટા શેઠ લક્ષ્મીકાન્તભાઈ એ સંપત્તિનો સદ્ ઉપયોગ કરીને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
આ દરિયાદિલ ના શેઠ લક્ષ્મીદાસ જેઠાભાઈ તા. ૧૬-૧-૧૯૨૧ ના રોજ સંવત ૧૯૭૬ પોષ-વદ-૧૧ ને શુક્રવાર ના દિને રાજકોટવાળા શેઠ ભગવાનજી ભાણજીના શુભહસ્તે આ ધર્મશાળા ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિજનો ને બીજા મુંબઈ અને બહારગામથી અને તે વખતે ઓળખાતા પ્રાન્ત કાઠિયાવાડના થઈને આશરે ૧૫૦૦ ભાઈ-બહેનો એ હાજરી આપી હતી.

આ ધર્મશાળાનું ક્ષેત્રફળ ૯૦૦૦ વારથી પણ વધારે છે અને વધુ જમીન સંપાદન કરવા શેઠનો પ્રયત્ન
ચાલુ હતો તેવી તે સમયની નોંધ વાંચતા માલુમ પડે છે.
વિશાળ ધર્મશાળાના નિર્માણ માટે તે વખતના બિલખા દરબાર શ્રી એ જમીન કાઢી આપેલી 'બિલખાનો ઉતારો' એવું નામ એક ઓરડા પર જોવા મળે છે.
કુંકાવાવ સ્ટેશનથી બગસરાના રસ્તે આ મકાન આજે પણ ઊભું છે. સડક ઉપરના મુખ્ય દ્વારના મજલા પર મફત દવાખાનું તથા મુસાફરોને યોગ્ય વાંચનાલયની ગોઠવણ કરવામાં આવેલી. બહારના ભાગે ઢોર સાટું પાણીનો અવેડો બાંધેલો છે. પ્રવેશ્દ્વારમાં ડાબા હાથ ઉપર ઓરડાની હાર આવેલી છે. આગળ જતા એક માળની સુંદર ભભકાદાર બાંધણીવાળો અને રંગબેરંગી ધાર્મિક ચિત્રોથી શણગારેલો એક બંગલો તથા બંગલાનો પ્રથમભાગ શેઠ પોતાના પરિવારના વપરાશ માટે રાખ્યો હતો અને બીજો અર્ધો ભાગ સેનેટેરીયમ તરીકે વાપરવા ખુલ્લો રાખેલો, બંગલાની બાંધણી તે વખતના બાંધકામ અને કલાની દષ્ટિએ સુંદર કહી શકાય તેવી છે. રેતીનું ચોગાન વટાવો પછી એક સુંદર બગીચો પણ બનાવેલો. ત્યારે તો કુવા અને લીલી શાકભાજી ની હરિયાળી મન-હદયને પણ શીતળતા આપતી હતી.
- સૌ મુસાફરો માટે વાસણો-પાગરણ-પાણી તથા રહેવાના દરેક સાધનો આપવામાં આવતા અને નિરાધારોને કાયમી સદાવ્રત અપાતું.
- સાધુ સંતો- અશકત -મુસાફરો તથા વ્યાપારી વર્ગ અને રાજ-રજવાડા વગેરે સૌને ઉતારાપાણીની સગવડ હતી.
- ફ્રી લાયબ્રેરી હતી, ફ્રી દવાખાના માટે ખાસ ડોકટરને રોકવામાં આવેલા. તે ડોકટર એટલે હાલ ધર્મશાળાનો વહીવટ કરતા શ્રી મનુભાઈ મહેતાના દાદા જટાશંકર મહેતા પછીથી તેમના પુત્ર શાંતિલાલભાઈ સઘળો કાર્યભાર સંભાળતા. એક કાળે આ વિસ્તારનું હવાખાવાનું સુંદર સ્થળ હતું. શેઠ લક્ષ્મીકાન્તના સદ્ ગત પત્ની બાઈ અંબાબાઈની અવસાન ક્રિયા વખતે લગભગ ૪૦૦૦ માણસોની ખાવા-પીવા તથા ઉતારાની સગવડ આ ધર્મશાળામાં જ થયેલી તે ઉપરથી તેની સાધન સામગ્રી અને સગવડતા કેટલી તો વિશાળ હશે તેની કલ્પના થઈ શકે છે.
હાલ મહુવા બાજુના બ્રાહ્મણો તથા અન્ય પથિકો રહે છે.
જયાં ગાંધીજીના પાવન પગલાં પડયા'તા તે ભૂમિ :
મહાત્મા ગાંધી જયારે આ જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તા. ૭-એપ્રિલ-૧૯૨૫ ના રોજ અમરેલી, ચલાલા, ઢસા, હડાળા, બગસરા, કુંકાવાવ સ્થળોએ આવેલા.
બગસરાથી હડાળા-કુંકાવાવ આવ્યા અને આ લક્ષ્મીકાન્તની ધર્મશાળામાં સભા કરી અને પછી કુંકાવાવ ટ્રેઈનમાં માંગરોળ જવા રવાના થયા.
વિશેષ ઔચિત્ય :
કુંકાવાવમાં આજદિન સુધીના મોટાભાગના જાહેર કાર્યક્રમો, મોરારીબાપુની રામાયણ કથા કે બીજી કથા કે સંતોની પધરામણી આ સ્થળે થયેલી છે તથા નામાંકિત કલાકારોના ડાયરા પણ આ જ સ્થળે યોજાયેલા છે.
લક્ષ્મીકાન્ત ભાઈને બે પુત્રો તેમાં મોટા બાલકૃષ્ણ અને નાના રામચંદ્ર (હૈયાત નથી) તથા બાલકૃષ્ણ ભાઈને બે પુત્રો શેખર અને રાજુ. જેઓ મુંબઈ ખાતે નોકરી અને ઉધોગ ધંધા સાથે સંકળાયેલા છે. નાના રામચંદ્રભાઈના પુત્ર અમિત જેઓ વાપીની અંદર કોલસાના ઉધોગ સાથે સંકળાયેલા છે. એક કાલવાદેવી તથા નાનાભાઈનો પરિવાર બોરીવલી રહે છે.

લેખક :- કિશોરચંદ્ર ર. ત્રિવેદી.
C/O શ્રી એન.એમ.શેઠ કુમાર હાઇસ્કૂલ
કુંકાવાવ - મોટી. જિ. અમરેલી.
C/O શ્રી એન.એમ.શેઠ કુમાર હાઇસ્કૂલ
કુંકાવાવ - મોટી. જિ. અમરેલી.

કોપીરાઈટ © 2009 વેબકિંગ સોલ્યુશન ઓલ રાઇટસ રિઝર્વડ, વેબસાઈટ
બાય :