ગૌશાળા

    ગૌશાળા   સ્વૈછીક ગૌદાન   મહત્વ   ફોટોગ્રાફ    
 
 
 
દયા ધરમકા મુલ હૈ પાપમુલ અભિમાન. |
       તુલસી દયા ન છોડીએ જબલી ય ઘરમે પ્રાણ .||
પંખી પાની પીનેસે ઘટે ન સરિતા નીર .|||
ધરમ કીયે ધનના ઘટે સહાય કરે રઘુવિર.

            કુંકાવાવ મોટી અમરેલી જીલ્લાનુ ગામ છે જે ખેતી ઉપર નભતો તાલુકો છે. આ ગામમાં એક ગૌશાળા છે જેનું નામ "શ્રી રામભરોસે ગૌશાળા" જે આજે ૪૦ વર્ષથી કાર્યરત છે જેના સંચાલન શ્રી છેલ્લા એટલા વર્ષો થી ચાલતી નિર્વિવાદ તેમજ નિષ્કલકં શ્રી રામભરોસે ગૌશાળાની નિસ્વાર્થ પણે ચાલતી પ્રવૃત્તિ ની એક આછેરી ઝલક માહિતી રજુ કરવાનો પ્રયત્ન છે જેની વિગત નીચે મુજબ છે.
            છેલ્લાં ઘણા વર્ષોથી આ ગૌશાળા અહિ ચાલે છે અને એટલા વર્ષોથી આ ગૌશાળામાં કોઇ પણ જાતના સ્વાર્થ કે લાભમાન કે મરતબો ન મેળવવાની ભાવનાથી સેવા કરવાની જ ભાવનાથીજ પોતાનું સમગ્ર જીવન જેમણે કુંકાવાવ ગામની તમામ સેવાકીય પ્રવૃત્તિ ને સમર્પ્રિત કરી દિધેલ છે એક એવા વિરલા અને સંત આત્માનું નામ છે પૂ. ગોબરભાઈ સામજીભાઈ કાછડિયા કે જેઓ એક સામાન્ય લેઉવા પટેલ જ્ઞાતીમાં જન્મ લઈ શિક્ષણ મેળ્વ્યું, ત્યારબાદ પ્રાથમીક શિક્ષક તરીકે સેવા આપી ત્યારબાદ એક સહકારી બેંકમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવી છે અને તમામ સંસ્કારીક તેમજ સામાજીક વ્યવહારીક ફરજો બજાવતા પણ સેવાકિય પ્રવૃત્તિ એમણે સતત જીવતં રાખેલ છે અને છેલ્લા પંદર વર્ષ થયા તો એમણે સમગ્ર જીવન ખોટી રીતે કામશીવાય કયાંય જવુ નહિ. ગૌશાળા, રામરોટી, પંખીની ચણ, કિડીયાળુ, કુતરાને રોટલા અને લાડુ તેમજ ધૂન ભજન જેવી અનેક સેવાકિય પ્રવૃત્તિ પર સમર્પ્રિત કરી દિધેલ છે આવા અનેક અલૌકિક અને ગૌશાળા ની નીચે ચાલતી સેવાકિય પ્રવૃત્તિ ઓની વિગત નિચે મુજબ છે.
 

 
(૧). ગૌશાળામાં ૨૫૦ ગાયો છે તેમને દરરોજ રૂ. ૫૦૦૦ (પાંચહજાર) ની દરરોજ નિરણ (ઘાસચારો) જોઇએ છે તેમજ નિયમીત દરરોજ રૂ. ૫૦૦ નું પક્ષીઓને ચણ નાખવામાં આવે છે આ ઉપરાંત દરરોજ સાંજે ૨૫૦ રૂ. નુ કિડીયાળુ પૂરવામાં આવે છે.

(૨). દરમાસે એક્વાર શુદ્ધ ઘી માં સુકોમેવો નાખી લાડુ બનાવી ગાયોને તેમજ કુતરાઓને ખવડાવવામાં આવે છે.

(૩). તદ ઉપરાત ગરીબ નિરાધાર દુ:ખી માણસોને ભોજન દવાખાના ખર્ચ તેમજ દવાનો ખર્ચ આપવામાં આવે છે.

(૪). ગામમાં દરેક માંદા પશુપંખી જનાવર માટે સેવા સારવાર તેમજ પાટાપીંડી પણ દરરોજ કરવામાં આવે છે તેમજ દર અઠવાડિયે ગૌશાળામાં પશુ ડોકટરની વિઝીટ કરાવી પશુઓની સારસંભાળ લેવામાં આવે છે.

(૫). ગૌશાળા માંથી ગાય વાછરડુ કે જેમને જોઈતા હોય તેમને કોઇ પણ જાતની રકમ લીધા વિના આપવામાં આવે છે અને જયારે ન જોઇતા હોય ત્યારે ફરી ગૌશાળામાં મુકી જવાની સુચના આપવામાં આવે છે તેમજ ગૌશાળામાં કોઇપણ વસ્તું વેચવામાં આવતી નથી સિવાય કે ખાતર.

(૬). આ ઉપરાંત ગામમાં કે અન્ય જગ્યાએ કોઇ ધાર્મિક સારામાઠા પ્રસગોએ ધૂન ભજન કિર્તનનો કાર્યક્રમ હોય તો ગોબરભાઈ ભગત તેમજ તેમના મંડળના અન્ય દશથી પંદર નિસ્વાર્થ યુવાનો ધૂન ભજન કિર્તન બોલી જે કાંઈ ફંડફાળાની રકમ થાય તે રકમ જેમના ઘરે ભજન કે ધૂન હોય તેમનાજ ઘરધણી હાથથીજ ગૌશાળા અન્ય સેવાકિય પ્રવૃત્તિ માં વાપરવામાં આવે છે આથી કોઇ રકમ દાન ભેટમાં મળેલી હોય તે રકમ ગોબરબાપા ભગત લેતા નથી હાથશુદ્ધા અડાડતા નથી આવી પ્રવૃત્તિ ને ધ્યાને લઈ અગાવ ગુજરાત સરકાર તરફથી આ રામભરોસે ગૌશાળા મંડળને રૂ. ૧૦,૦૦૦ અંકે રૂપિયા દશહજાર ઈનામ પણ મળેલ છે.
 
 
પોતાને ન લેનેકી ખ્વાઈશ ન દેનેકાગમ ઔર ન જીનેકી તમન્ના આવા એક સાચા સંતની પરીશ્રમ નિસ્વાર્થ ભાવનાને જોઇ જ્ઞાતી એ પ્રજાપતી અને જીદાદિલ નિડર અને નિસ્વાર્થ એવા ગોરધનભાઈ કાનજીભાઈ દેવાગાણિયા (કપૂર ભાઈ) ના હેતાળ અને હસમુખા હદયમાં સેવા અને સુવાસના જરણા કુરા અને એમને પણ છેલ્લા આઠેક વર્ષથી પોતાનો સમય સેવાકિય પ્રવુતિમાં તનમન અને ધનથી લગાવી દિધો છે આવા તમામ યુવાનોને સંત ગોબરભાઈ ભગત રાત્રે પણ સેવા પ્રવૃત્તિ માટે દશથી પચીસ જેટલા સેવકોનુ એક મંડળ સેવા કરવા આવે છે જે નિરણ લાવવી, સાજા માંદા પશુઓની સેવા કરવી તેમજ સાફસુફી કરવાની પ્રેરણા મળેલ છે તે તમામ નિસ્વાર્થ ભાવે સહકાર આપે છે આ ઉપરાંત હાલની ગૌશાળા નિરણ નાખવા તેમજ લુલા લંગડા ગાય વાછરડું સાચવવા ઉપરાંત સુવિધાહોવા છતા ૨૫૦ ગાયોના હિસાબે જગ્યા થોડી નાની પડે છે જે માટે જાળીયાપીર હનુમાનજી સામે બગસરા રોડે ગૌશાળા માટે બીજા પ્લોટની જરૂર જણાતા દા.ત. ૨૦૦૦ વાર જગ્યા સંપન થયેલ છે જે દાતાની સહાયથી વંડાનુ કામ અને ગેટનું બાંધકામ થઈ જવા પામ્યુ છે હાલમાં એ જગ્યા ના વધુ વિકાસ માટે બાંધકામ જરૂર જણાય છે જે માટે કોઇ દાતા ઈચ્છાથી બાંધકામ કરી આપતા હોય તો પોતાની રીતે કરાવી આપે છે એ માટેની શરત કે દાતા પોતે અગર સગાસંબધી વતી ની સહાયથી કરાવી આપે તો ગૌશાળા ને મંજૂર છે સહાય માટે કોઇને કહેવામાં આવતુ નથી પંરતુ જે કામ બાકી હોય તે જાણ કરવી એ ગૌશાળાની ફરજમાં આવે છે.
નોંધ :- આ ગૌશાળા માટે કોઇ ફંડ ફાળો કે કોઇપણ સહાય માટે કોઇ ને કહેવામાં આવતુ નથી કે બહાર ગામ ફાળો લેવા જતા નથી જેની નોંધ લેવી. સ્વૈછીક દાન આપે તો ના નહિ કોઇનો સંતોષ એ જ ભગત બાપાનો નફો છે.
 

કુંકાવાવ વિશે

શૌક્ષણિક સંસ્થા

સમાચાર               

વર્તમાનનું ગૌરવ  

ભૂતકાળનું ગૌરવ  

મહાપુરુષ

કુંકાવાવ રત્નો       

મહાપુરુષોની મુલાકાત

વેબસાઈટ વિશે

ઉપયોગી વેબ સાઈટ